Showing posts with label Incometax. Show all posts
Showing posts with label Incometax. Show all posts

20/12/2021

Incometax Form 2025-26

 

ઈન્કમટેક્સ  2025-26 (Ver-2.0) :

                       નમસ્કાર મિત્રો !  આ ફોર્મ કર્મચારીનો સમય બચે એ શૈક્ષણિક હેતુથી બનાવેલ છે, ટેક્સ બાબતે વિશેષ માહિતી આપના ટેક્સ એક્સપર્ટ પાસેથી મેળવી લેવી. આ ફોર્મ કઈ રીતે ડાઉનલોડ કરવું અને ભરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે તમામ માહિતી અહી આપેલી છે. જેનો અભ્યાસ કર્યા બાદ જ ફોર્મ ભરવું . 


 

   ઈન્કમટેક્સ ફોર્મ કઈ રીતે ભરશો ?

                                       સૌ પ્રથમ નીચે આપેલી લીંક પરથી આપનું ફોર્મ ડાઉનલોડ કરોત્યારબાદ નીચે આપેલી  સુચના પ્રમાણે ફક્ત માહિતી ભરવાથી ઈન્કમટેક્સને લગતા તમામ ફોર્મ ઓટોમેટિક ભરાઈ જશે.

  •  HOME   આ પેઇજમાં જરૂરી માહિતી ગુજરાતી અને અંગ્રેજીમાં ભરો, જે બાકીના બધા ફોર્મમાં આવી જશે.
  • SALARY     ફોર્મમાં પગારબીલ મુજબ આવક અને કપાતની વિગત ભરો. મોંઘવારીની ટકાવારી જે તે મહિના મુજબ એન્ટર કરો. મોંઘવારીની ગણતરી આપોઆપ થઈ જશે.
  • OTHER INCOME   ફોર્મમાં પગારબીલ સિવાયની બારોબારની આવકની  વિગત ભરો. વ્યાજ આવકના ખાનામાં ગમે તેટલું ઓછું વ્યાજ આવેલ હોય તો પણ બતાવવું. આગળના વર્ષનું એરીયર્સ માટે 10 E મુજબ કપાત લાગુ પડતી હોય તો દર્શાવવી.
  • આવકવેરા ફોર્મ (NEW  સેલેરી ફોર્મ ના આધારે નવા કર માળખા વિકલ્પ-A  મુજબ આ ફોર્મ ભરાઈ જશે.
  • ફોર્મ નં. 16 (NEW)    આ  ફોર્મ ઓટોમેટીક ભરાઈ જશે.
  • બેંક  ચલણ ફોર્મ    ફોર્મ ઓટોમેટીક  ભરાઈ જશે.
  • નોંધ-Rs. લખેલા પીળા રંગના કોઈ ખાનામાં ભૂલથી ખોટો આંકડો ટાઇપ થાય તો તેને ડીલીટ ન કરવું પણ ફરીવાર તે ખાનામાં સાચો આંકડો અથવા  0 ઝીરો ટાઇપ કરો જેથી Rs.નો સિમ્બોલ  આવી જશે.

                             જેને આગળના વર્ષનું એરીયર્સ મળેલ છે તેના માટે ફોર્મ 10 E Page-                          1 અને ફોર્મ 10 E Page-2 પણ આપેલ છે.

 ઈન્કમટેક્સ ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

ક્લિક કરવાથી નવી ટેબ ખુલશે જેમાં ઇન્કમટેક્ષ ફાઈલ દેખાશે, તેને ઓપન કરવી નહિ પણ  ઝીપ ફાઈલ ઉપર એરો નું નિશાન   ↓  ચિન્હ દેખાય ત્યાં ક્લિક કરવાથી zip File  ડાઉનલોડ થશે. ત્યારબાદ ડાઉનલોડમાં જઈ આ ફાઈલને ખોલવાથી કે unzip કરવાથી excel ફાઈલ દેખાશે તેને કોપી કરી ડેસ્કટોપ પર અથવા કોઈ પણ જગ્યાએ પેસ્ટ કરી લેવી. ત્યારબાદ તેને open કરીને માહિતી ભરવી. ઓન લાઈન ઓપન કરવાથી ફાઈલનો ડેટા કરપ્ટ થઇ શકે છે. એટલે ડાઉનલોડ કર્યા પછી જ તેનો ઉપયોગ કરવો.

તમામ પત્રકો A-4 સાઇઝમાં પ્રિન્ટ કરો.

ફોર્મમાં ફેરફાર કરવા માટે આપનું સૂચન નીચે કમેન્ટમાં લખો.

આભાર

ઉ.પ.ધો.

 ઉ.પ.ધો. હુકમ નમુના-   પ્રથમ, દ્વિતીય અને તૃત્તીય પગાર ધોરણ માટે હુકમના નમુના શ્રુતિ ફોન્ટમાં   Home પેજમાં આપની તમામ વિગત ભરવાથી નીચેના પત્...